Benefits of Banana

કેળાંની રામબાણ દવાઓ


  • કેળાંનું વૃક્ષ કેળ કહેવાય છે, તે કેળનાં પણ ઔષધીય ગુણો ઘણાં છે . 

  • પેટમાં કોઈ પણ પ્રકારનું વિષ ગયું હોય તો કેળના સ્થંભનો રસ કાઢી આખો પ્યાલો ભરી પીવો . તે રીતે સર્પનાં વિષમાં પણ તે ઉપચાર કામ આવે છે . જયાં સુધી વિષ ઊતરી ન જાય ત્યાં સુધી થોડો થોડો રસ પીવાનું ચાલુ રાખવું .

  • જો કોઈને શ્વાસનો રોગ હોય તો કેળાની છાલ ચીરીને અંદરનાં ખાવાનાં ગર્ભમાં થોડાંક મરીનું ચૂર્ણ ભરવું અને આખી રાત મુકી રાખી સવારે તે ગર્ભને  ઘીમાં શેકીને ખાવાથી શ્વાસનું દર્દ શાંત થાય છે .

  • પેશાબ બંધ થઈ ગયો હોય તો કેળનું પાણી ચાર તોલા અને તેમાં બે તોલા ગરમ કરેલું શુદ્ધ ઘી નાંખી પીવાથી સારો ફાયદો થાય છે .

  • શરીરે દાહ થતો હોય તો કેળનાં પાન તથા કમળનાં પાન ઉપર સૂઈ રહેવાથી સારો ફાયદો થાય છે .

  • પ્રદર અને ધાતુ વિકાર ઉપર પાકેલું એક કેળું અર્ધા તોલા ચોખ્ખા ઘી સાથે દરરોજ સવાર - સાંજ એકાદ સપ્તાહ લેવાથી સારો ફાયદો થશે .

  • કમળાના રોગમાં પાકેલાં કેળાં મધમાં મેળવી ખાવાથી ફાયદો થાય છે . 

  • જીભે કાતરા પડે ત્યારે પાકેલાં કેળાં ગાયના દૂધમાં બનેલા દહી મથે સૂર્યોદય પહેલાં દરરોજ બે ચાર દિવસ બરાબર ચાવીને ખાવાથી આરામ થાય છે .

  • તાવથી અશક્તિ આવી હોય તો દરરોજ એકાદ - બે પાકેલાં કેળાં સારી પેઠે ચાવીને ખાવા આપવા .


  • પિત્તરોગ ઉપર પણ પાકેલાં કેળાં અને ઘી ખાવા અપાય છે .

  • ઢોરના ખાવામાં સોમલ આવ્યો હોય તો કેળના શેર રસમાં દસ તોલા ફટકડી અને એક તોલો કાથો મેળવી ૩ દિવસ પાવું .

  • ઢોરને મૂત્રારોધ થતો હોય તો કેળનું પાણી એક શેર કાઢી તેમાં એક તોલો ગેરુ વાટીને નાંખવો તથા થોડું મીઠું અને ચારેક રતી મરીની ભૂકી નાંખી પાવાથી સારો ફાયદો થાય છે .

  • બાળકો કોઈ ઝીણી વસ્તુ ગળી ગયું હોય તો તેને જુલાબ ન આપતાં‌ કેળાં ખવડાવવાથી તેના ઝાડામાં તે વસ્તુ આપોઆપ બહાર નિર્વિઘ્ને નીકળી જાય છે .

  • પાકું કેળું ગરમ કરીને ગુમડા ઉપર બાંધવાથી ગુમડું જલ્દી ફાટી જાય છે અને પછી ઠંડું કેળું બાંધવાથી તેમાં રૂઝ આવે છે .

  • જુની આમલીના રસમાં કેળું અને ગોળ મેળવીને ખાવાથી સંગ્રહણી રોગ માટે ફાયદો થાય છે .

Comments

Popular posts from this blog

5 Things to Include in Your Post-Diwali Detox Diet

Navel Button

Benefits of Amla (Indian Gooseberry)