Benefits of Banana
કેળાંની રામબાણ દવાઓ કેળાંનું વૃક્ષ કેળ કહેવાય છે, તે કેળનાં પણ ઔષધીય ગુણો ઘણાં છે . પેટમાં કોઈ પણ પ્રકારનું વિષ ગયું હોય તો કેળના સ્થંભનો રસ કાઢી આખો પ્યાલો ભરી પીવો . તે રીતે સર્પનાં વિષમાં પણ તે ઉપચાર કામ આવે છે . જયાં સુધી વિષ ઊતરી ન જાય ત્યાં સુધી થોડો થોડો રસ પીવાનું ચાલુ રાખવું . જો કોઈને શ્વાસનો રોગ હોય તો કેળાની છાલ ચીરીને અંદરનાં ખાવાનાં ગર્ભમાં થોડાંક મરીનું ચૂર્ણ ભરવું અને આખી રાત મુકી રાખી સવારે તે ગર્ભને ઘીમાં શેકીને ખાવાથી શ્વાસનું દર્દ શાંત થાય છે . પેશાબ બંધ થઈ ગયો હોય તો કેળનું પાણી ચાર તોલા અને તેમાં બે તોલા ગરમ કરેલું શુદ્ધ ઘી નાંખી પીવાથી સારો ફાયદો થાય છે . શરીરે દાહ થતો હોય તો કેળનાં પાન તથા કમળનાં પાન ઉપર સૂઈ રહેવાથી સારો ફાયદો થાય છે . પ્રદર અને ધાતુ વિકાર ઉપર પાકેલું એક કેળું અર્ધા તોલા ચોખ્ખા ઘી સાથે દરરોજ સવાર - સાંજ એકાદ સપ્તાહ લેવાથી સારો ફાયદો થશે . કમળાના રોગમાં પાકેલાં કેળાં મધમાં મેળવી ખાવાથી ફાયદો થાય છે . જીભે કાતરા પડે ત્યારે પાકેલાં કેળાં ગાયના દૂધમાં બનેલા દહી મથે સૂર્યોદય પહેલાં દરરોજ બે ચાર દિવસ બરાબર...